મોબાઇલ માણસ
જરૂર જેટલી જ લાગણીઓ રિચાર્જ કરતો થઈ ગયો ખરે ટાણે જ ઝીરો બેલેન્સ દેખાડતો થઈ ગયો આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો! સામે કોણ છે એ જોઈને સંબંધ રિસિવ કરતો થઈ ગયો સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ સ્વીચ ઓફ કરતો થઈ ગયો આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો! આજે રીટા તો કાલે ગીતા એમ મોડેલ બદલતો થઈ ગયો મિસિસને છોડીને મિસને એ કોલ કરતો થઈ ગયો આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો! પડોશીનુ ઊંચું મોડેલ જોઈ જુઓને જીવ બાળતો થઈ ગયો સાલું, થોડી રાહ જોઈ હોત તો! એવું ઘરમાં યે કહેતો થઈ ગયો આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો! હોય બરોડામાં અને છું સુરતમાં એમ કહેતો એ થઈ ગયો આજે હચ તો કાલે રિલાયન્સ એમ ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો! ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો હવે શું થાય બોલો મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો! |
Common Friends of Ashwin Nagar. Just Fun. Something interesting, funny, amazing, something worth to spend time. You will love it.
Saturday, August 15, 2009
મોબાઇલ માણસ .... Enjoy ....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment