થોડા દિવસ અગાઉ બે અમેરિકન પત્રકારો ઇયુના લી અને લોરા લિંગને ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બિલ કિલંટન ઉત્તર કોરિયાથી છોડાવી લાવ્યા. આ મહિલા પત્રકારોને ઉત્તર કોરિયા દ્વારા ૧૨ વર્ષની કેદની સજા કરવામાં આવી હતી. ખાસ આ ઉદ્દેશ્યથી યાત્રા પર ગયેલા કિલંટનનું આ અભિયાન વીસ કલાકમાં સમાપ્ત થયું. બોબ હોપ એરપોર્ટ પર પ્લેન ઊતરતાં જ દરવાજામાંથી બંને મહિલા પત્રકારો પહેલા બહાર નીકળી. બંને મહિલાઓનો પરિવાર ત્યાં તેમની રાહ જોતો હતો, જેને નીચે ઊતરી તેઓ ભેટી પડી. અશ્રુથી છલકાયેલી આંખે ઇયુના તેના પતિને ભેટી અને ચાર વર્ષીય પુત્રી હાનાને ઊચકી લીધી. લોરાએ લાંબા વિયોગ બાદ પોતાના પતિને ચુંબન કરીને વિયોગ સમાપ્ત થયાનો અહેસાસ કરાવ્યો. તે વખતે ત્યાં અનેક મીડિયાના કર્મચારીઓ ઉપસ્થિત હતા, જે તે તસવીરો ખેંચી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે તે બંને પત્રકારો કેટલાક સમયથી વિવાદોના કેન્દ્રમાં હતા. બંને પત્રકારો પૂર્વ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ અલ ગોરની ટેલિવિઝન કંપનીમાં કામ કરતી હતી. બે મિનિટ દસ સેકન્ડ પછી, જયારે મીડિયાના કર્મચારીઓ તે પત્રકારોની પૂરતી તસવીરો લઈ ચૂકયા હતા, કિલંટન વિમાનમાંથી બહાર આવ્યા અને અલ ગોરને ભેટયા. બીજા દિવસે કોઈ પણ અગ્રણી અખબારમાં કિલંટન અને અલ ગોરની તસવીર પ્રકાશિત નહોતી થઈ. દરેક અખબારોમાં બંને પત્રકાર અને તેમનો પરિવાર જ ચમકયો હતો. કિલંટન થોડા વખત પછી પ્લેનમાંથી ઊતર્યા અને તે પત્રકારોને તેમના પરિવાર સાથે મળીને ઘરે પરત ફર્યાનો સુખદ અહેસાસ પ્રાપ્ત કરવાની તક આપી. જો આ ઘટનાક્રમ આપણા દેશમાં થયો હોત તો આપણા નેતા વિમાનમાંથી પહેલા ઊતરત અને તે બંને મહિલા પત્રકારો સાથે મીડિયાને પોઝ આપતા હોત. અહીંયાં તે પત્રકારોને ભાગ્યે જ તેમના પરિવાર સાથે એકલા મળવા દેવાયા હોત. આ સ્થિતિમાં બિલ કિલંટનના વ્યવહાર પરથી શીખ મેળવવી જોઈએ કે પરિસ્થિતિ અનુસાર સુપાત્રોને યોગ્ય મહત્ત્વ આપવું જોઈએ. ફંડા એ છે કે દરેક વખતે લાઇમ લાઇટમાં રહેવાને બદલે, જે યોગ્ય છે તેમને પ્રસિદ્ધિની તક આપવી જોઈએ. એક શ્રેષ્ઠ લીડરની આ ઓળખ છે.. |
Common Friends of Ashwin Nagar. Just Fun. Something interesting, funny, amazing, something worth to spend time. You will love it.
Sunday, September 27, 2009
યોગ્ય વ્યક્તિઓને આગળ કરવા જોઈએ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment